Monday, 12 March 2012

Re-narration

અમારા વિશે :

સંચયનેલે એટલે આશ્રય. સંચયનેલે સંસ્થા કર્ણાટક રાજ્યના બેંગ્લોર જિલ્લાના આનેકલ તાલુકાના સરજાપુર્ વિસ્તારમાં ૨૦૦૨માં શરુ થઇ અને તે આદિવાસી તેમજ દલિત વર્ગ જેવી લઘુમતી કોમ ના સમાજિક અને આર્થિક વિકાસ માટે કામ કરે છે. મહિલાઓના સામાજિક, આર્થિક સશક્તિકરણ અને વિકાસ માટે સમાજના વિભિન્ન સ્તરે નેતૃત્વ અને નિર્ણયાત્મક શક્તિના વિકાસની તક પુરી પાડે છે.

શરુઆતમાં સંચયનેલે સંસ્થાનો આશય ગ્રામવાસીઓને સરકારની વિવિધ યોજનાઓ તેમજ લાભોની જાણ્કારી આપવાનો હતો, જે મટે તેના સભ્યો દર અઠવાડિયે ગામે ગામ જઇને યુવાનો તેમજ મહિલાઓના જૂથ બનાવીને ચર્ચા વિચારણા કરી માર્ગ દર્શન આપે છે. તે રોજગારી અને જાતિ દુર્વ્યવહારના મામલામાં પણ કામ કરે છે.સંસ્થાની વિચારધારા સ્વાતંત્ર્ય અને લોકશાહી અને પારદર્શિતા પર ભાર સાથે સમાનતા બંધુત્વ ની મુલ્યો પર આધારિત છે. જ્યારે સંચયનેલે દલિત ઇતિહાસ અને દલિત યુવાનો માટે દલિત સંસ્કૃતિને પુન: સશક્ત કરવા ભાર મૂકે છે. સાથે સાથે, તે અન્ય જૂથોને તેમની સાંસ્કૃતિક ઓળખ સુરક્ષિત રાખવા પ્રોત્સાહન આપી, કોમી સંવાદિતા બનાવવા પ્રયત્ન કરે છે.

સંચયનેલે કસબા, જિની, અતિબેલે, સરજાપુર અને આનેકલ તાલુકાના ૧૨૦ ગામોમાં કામ કરે છે.

Re-narration by Amrapali in Gujarati targeting India for this web page

No comments:

Post a Comment