Wednesday 4 April 2012

Re-narration

અશુધ્ધ પાણીની અસર :

નિવારણ :

પાણીને શુધ્ધ કરવાની પ્રક્રિયામાં બે તબક્કા સમાયેલ છે.

૧. ગાળણક્રિયા

૨. જંતુ રહિત કરવાની ક્રિયા

૧. ગાળણક્રિયા માટે સુત્રાઉ કપડાનો ઉપયોગ :

પ્રથમવાર કપડાથી પાણી ગાળવાનો પ્રયોગ બાંગલાદેશમાં જ્યારે કોલેરાનો રોગ ફાટી નીક્ળયો ત્યારે આ રોગના નિયંત્રણ માટે મોટા પાયા પર કરવામા આવ્યો હતો. આ રીતે ગાળેલ પાણી ૯૯% રોગજન્ય જન્તુરહિત હોય છે. જ્યારે પાણી શુધ્ધ કરવા બીજી કોઈ સુવાધા ઉપલબ્ધ ના હોય ત્યારે આ પ્રક્રિયા ખૂબ ઉપયોગી છૅ.

પ્રક્રિયા :

૧. ગાળણક્રિયા :
ગાળણક્રિયા- એક સફેદ, સાફ, પાતળુ, જૂનુ કપડુ લઇને તેને ત્રણવાર ગડી કરો જેથી તેના આઠ પડ રચાય. આ કપડાને નળની ઉપર અથવા પાણી ભરવાના વાસણ ઉપર બાંધીને પાણી ભરવુ. ત્યારબાદ કપડાને સાબુથી ધોઇને તડકામાં સુકવવાથી તે જંતુમુક્ત થઇ જશે અને બીજીવાર ઉપયોગમાં લઈ શકાશે. પાણી ભરતા પહેલા હાથ અને વાસણ સાફ કરવા જરુરી છે. પાણી ઢાંકીને રાખવુ.

૨. જંતુરહિત કરવાની ક્રિયા :
જંતુરહિત કરવાની ક્રિયામાં ગાળેલા પાણીને સાફ બોટલમાં ભરી ૬કલ્લાક સૂર્યપ્રકાશની ગરમીથી અલ્ટ્રાવાયોલેટ કિરણોં દ્વારા , અથવા રસાયણના ઉપયોગ દ્વારા જેમ કે આયોડીનના આઠ ટીપા પાણીમાં ઉમેરીને જંતુરહિત કરવામાં આવે છે.

Re-narration by Amrapali in Gujarati targeting Gujarat for this web page

No comments:

Post a Comment