સાયબર કનડગત ભારતમાં પ્રચલિત છે?
સાયબર stalking શું છે? કોણ એક સાયબર સ્ટોકર છે ? , કોણ શિકાર બને છે? સાયબર સ્ટોકરને પ્રેરનાર શું છે. શું આનો ઉકેલ છે?
સાયબર સ્ટોકીંગનો અર્થ થાય છે કોમ્પયુટર પર કોઈને ઈમૈલ અકાઉન્ટ દ્વારા પીછો કરી હેરાન કરવુ. તેમની પ્રાઈવસીમાં દખલ કરવામાં આવે છે. તેમના દરેક કામ પર નજર રખાય છે
આ એક પ્રકારનો માનસિક ત્રાસ છે અને ભોગ બનેલ વ્યક્તિનુ જીવન દખલમય અને ભયભીત અને ધમકી ત્રસ્ત બની જાય છે.
કોઈ એક વ્યક્તિ દ્વારા બીજી વ્યક્તિનો પીછો થવો એ સમસ્યાથી ઘણા લોકો પરિચિત છે, ખાસ કરીને સ્ત્રીઓ. કેટલીક વાર આ સમસ્યા ઇન્ટરનેટ દ્વારા પણ ઉદ્ભવી શકે. આ સાઇબર સ્ટોકિન્ગ તરિકે ઓળખાય છે. ઈન્ટરનેટ વાસ્તવિક વિશ્વનું પ્રતિબિંબ છે, એટલે કે તે વાસ્તવિક જીવન અને વાસ્તવિક લોકો સાથે વાસ્તવિક સમસ્યાઓ પ્રતિબિંબિત કરે છે. તેમ છતાં તે ભાગ્યે જ થાય છે, છત્તા સાયબર stalking ઉદ્દભવે છે. સાયબર સ્ટોકિન્ગ (Stalking) સામાન્ય રીતે સ્ત્રીઓ સાથે પુરૂષો દ્વારા, અથવા બાળકો સાથે પુખ્ત શિકારી દ્વારા અથવા (pedophiles) પ્રલોભનો આપી કે બીજી રીતે પોતાની જાતીય વ્રુત્તિ સંતોષનાર કે ગેરકાનુની કામ કરાવનાર દ્વારા થાય છે. સાયબર સ્ટોકર લક્ષ્યો શોધવા કે હેરાન કરવા માટે તેનુ ઘર છોડી નથી બહાર જતો નથી, અને એને શારીરિક હિંસાનો કોઈ ભય હોતો નથી કારણ કે તેઓ માને છે તેઓ શારીરિક રીતે cyberspaceમાં સ્પર્શ કરી શકાય તેમ નથી. તે કદાચ દુનિયામાં ગમે તે જગ્યાએ અથવા પડોશમાં અથવા કોઇ સંબંધી હોઈ શકે છે! અને સ્ટોકર કોઈ પણ જાતીનો હોઈ શકે છે.
ખાસ કરીને, સાયબર સ્ટોકરનોઓ ભોગ બનનાર વેબ પર નવી વ્યક્તિ જે, ઇન્ટરનેટ અને ઇન્ટરનેટ સલામતી નિયમો સાથે બિનઅનુભવી છે. તેમના મુખ્ય લક્ષ્યો મોટે ભાગે સ્ત્રીઓ, બાળકો, ભાવનાત્મક રીતે નબળા અથવા અસ્થિર, વગેરે હોય છે. એવું માનવામાં આવે છે કે કુલ ભાગના, ભોગ બનેલામાં 75% સ્ત્રી હોય છે, પરંતુ ક્યારેક પુરુષો પણ stalked થાય છે. આ આંકડાઓ ધારણ આધાર પર વધુ હોય છે અને વાસ્તવિક આંકડાઓ ખરેખર જાણી શકાય તેમ નથી કારણ કે મોટા ભાગના ગુનાઓનો રિપોર્ટ કરવામાં
આવતા નથી.
સાયબર સ્ટોકીંગને ત્રણ પ્રકારમાં વર્ગીકૃત કરી શકાય.
1)સામાન્ય મોહિત (obsessional) સાયબર સ્ટોકર
સામાન્ય મોહિત સ્ટોકર સબંધનો અંત આવ્યો છે, એવુ માનવાનો ઇન્કાર કરે છે. આ સ્ટોકર નિ:સવાર્થ પ્રેમમાં છે, એવી ગેરસમજ કરવાની જરુર નથી.
2)અતર્કસંગત સાયબર સ્ટોકર
આ પ્રકાર (delusional)અતર્કસંગત સ્ટોકર છે. તેઓ સ્કિઝોફ્રેનિયા, વગેરે જેવા કેટલાક માનસિક બીમારી પીડાતા હોઈ શકે અને ખોટી માન્યતા ધરાવે છે, જે તેમને ભોગ બનનાર સાથે જોડી રાખે છે. તેઓ ધારે છે કે તેઓ ક્યારેય મળ્યા ના હોવા છતાં ભોગ બનનાર તેમને પ્રેમ કરે છે, એક delusional(અવાસ્તવિકતામાં માનનાર) સ્ટોકર સામાન્ય રીતે એકાકી હોય છે અને મોટે ભાગે ભોગ માટે પરણિત સ્ત્રી, સેલિબ્રિટી કે ડોકટરો, શિક્ષકો, વગેરે પસંદ કરે છે. ઉમદા અને મદદનીશ જેવા વ્યવસાયો માંજેમ કે, શિક્ષકો ડોકટરો વગેરેમાં delusional સ્ટોકરને આકર્ષિત કરવાનુ જોખમ વધારે હોય છે. Delusional stalkersને દૂર કરવા ખૂબ મુશ્કેલ હોય છે.
3)બદલો લેવા નારાજ સાઈબર સ્ટોકર
આ સાઈબર સ્ટોકર તેમના ભોગી પ્રત્યે વાસ્તવિક કે કાલ્પનિક કારણ માટે નારાજ હોય છે. ખાસ ઉદાહરણો અસંતુષ્ટ કર્મચારીઓ છે. આ stalkers બદલો લેવા માંગતા હોય છે અને માને છે કે "તેઓ" ભોગ છે. એક્સ-પતિ કે પત્નિ સ્ટોકર આ પ્રકારના સ્ટોકર બની શકે છે.
તેથી, તમે તમારી જાતને કેવી રીતે રક્ષણ કરશો?
stalkers.
એક સાયબર સ્ટોકર લોકોમાં નબળાઈઓ માટે જુએ છે. તે છેતરપિંડી કે બહાનામાં ચાલાક અને વિચક્ષણ હોય છે. ઓનલાઇન સહાનુભૂતિ, મિત્રો કે રોમાંચક શોધનાર જેવા લોકો ઘણા પ્રકારના stalkersને ખુલ્લુ આમંત્રણ આપે છે.
તમને ડરાવવાનો, માનસિક ત્રાસ આપવાનો કે ધમકી આપાવાનો કોઇને પણ અધિકાર નથી. એકવાર ત્રાસ તમારી સામે ધમકીમા પરિણમે ત્યારે ત્રાસ આપનારે કાયદાનું ઉલ્લંઘન કર્યુ છે, અને તમે તેનાથી બચવા કેટલાક પગલા લૈ શકો છો. પોલિસની મદદ લઇ શકો છો. આનુ કારણ શોધવાનો પ્રયત્ન, તમને કોઇ મદદ નહી કરે. કનડગત કરનારનો હેતુ કે મનોવિજ્ઞાન સમજવામાં તમને મુશ્કેલી પડશે, ઓનલાઇન કનડગત માટે કારણ શોધવામાં, ટાઇમ બરબાદ કર્યા વગર તમે તમારી જાતને રક્ષવા શું કરશો અને કેવી રીતે આ મુશ્કેલી દૂર કરશો તે વિચારો.
બાળકો અને કિશોરો
: તમારે તમારા માતાપિતાને તરત જ જાણ કરવી જોઇએ. જો તમને કોઈના દ્વારા ધમકી અપાતી હોય અને તમારા માતા પિતાએ તે વ્યક્તિ સાથે વાત કરવાની ના પાડી હોય તો પણ માતાપિતાથી ડર્યા વગર તેમની સામે કબૂલ કરો કે તમે મના કરવા આવી હોવા છત્તા તે વ્યક્તિ સાથે વાત કરતા હતા અને તેમને જણાવો કે તમે મુશ્કેલીમાં છો
પુખતો
: તમારા કુટુંબ અને જીવનસાથીને જણાવો અને આનિ સામે લડવાની તૈયારી રાખો. ઉશ્કેરણીજનક ઈમેલના જવાબ ના આપશો અને ઉશ્કેરાશો નહી.
જો કોઇપણ તમને અથવા તમારા બાળકોને ઓનલાઇન હેરાન કરે કે તમારા જીવનમાં વિક્ષેપ પાડે કે જીવનને જોખમમાં મુકે તો તમારે તરત જ તમારા શહેરના પોલિસકમિશ્નરને લેખિત ફરિયાદ આપવી જોઇએ. મુંબઇ પોલિસે ૨૦૦૦ની સાલમાં ૧૬ વર્ષના કિશોરને એક મહિલાની જાળમાંથી છોડાવ્યો હતો જેણે ઇન્ટરનેટ પર મિત્ર બનીને એનુ અપહરણ કર્યુ હતુ
તમે તમારા (VSNL વગેરે જેવા) ઈ મેલ પ્રદાતાને(ઇમેલ સર્વિસ પ્રોવાઇડર) કનડગત મેલ્સ માટે અહેવાલ મોકલી શકો(Hotmail, 'to yahoo વગેરે જેવા) અને તમારા ટેક્નીકલ જાણકારી ધરાવતા મિત્રો પાસેથી સલાહ લેવી જોઇએ. જો તમને યાદ હોય તો 'હું તમને પ્રેમ કરુ છુ' વાઈરસના સર્જકને (ડાઉન ટ્રેક) શોધવામાં આવ્યો હતો. IP સરનામું મારફતે સ્ટોકર એક પગેરું પાછળ છોડી જાય છે, અને સ્ટોકર શોધવા મુશ્કેલ હોવા છત્તાં શક્ય છે.
તેથી યાદ રાખો, જો ઇ મેલ દ્વારા તમારો પીછો કરવામાં આવી રહ્યો હોય તો, તમારે ભોગ બનવાની જરુર નથી અને હા, જો શક્ય હોય તો ચેટ રૂમથી દૂર રહેવુ અને ત્યાં આસપાસ ખોટી પ્રણય ચેષ્ટા કરવી નહી. આ વાસ્તવિક દુનિયાની જેમ જ છે. જો તમને લાગે કે તમને અજાણ્યાઓ સાથે ખોટા નખરાં કરવાનો અધિકાર છે, તો પરિણામ માટે તૈયારી હોવી જોઇએ. ગોલ્ડન નિયમ આપણા માતા - પિતા આપણને શીખવ્યો છે તે આજે સાયબર વિશ્વમાં સોનેરી નિયમ રહે છે "અપરિચિત સાથે ક્યારેય વાત ના કરવી"! અને પીછો ટાળવા હંમેશા ઊંચા સ્તરની સુરક્ષા જાગરૂકતા જાળવવી એ શ્રેષ્ઠ રીત છે.
ભારતમાં, તમે તમારા નજીકના સાયબર ક્રાઈમ સેલ અથવા સીબીઆઇને સાયબર ગુનાની નોંધ કરી શકો છો.
Re-narration by Amrapali in Gujarati targeting Gujarat for this web page
No comments:
Post a Comment