ભારત કૃષિ-ઉદ્યાન(હોર્ટીકલ્ચર) ઉત્પાદનોમાં વિશ્વના સૌથી મોટા ઉત્પાદકોંમાનો એક છે; તે લગભગ વિશ્વના તમામ શાકભાજીના 11 ટકા અને તમામ ફળના 15 ટકાનુ ઉત્પાદન કરે છે.
અને ભારતમાં કૃષિ-ઉદ્યાન(હોર્ટીકલ્ચર) ઉત્પાદન ખર્ચ વિશ્વના અન્ય ભાગોમાં કૃષિ-ઉદ્યાન(હોર્ટીકલ્ચર) ઉત્પાદન ખર્ચ કરતાં અડધો છે.
પરંતુ, એક વિશાળ જથ્થામાં, ઓછી કિંમતની કૃષિ-ઉદ્યાન(હોર્ટીકલ્ચર) ઉત્પાદન હોવા છતાં, વૈશ્વિક બજારમાં ભારતનો ફાળો સામાન્ય છે. તે વૈશ્વિક વેપારના માત્ર 1.7 ટકા શાકભાજી અને 0.5 ટકા ફળોનો વેપાર કરે છે.
ભારત પણ હોર્ટીકલ્ચર ઉત્પાદનોની વ્યાપક શ્રેણીની આયાત પર તેની પોતાના ખેડૂતોના રક્ષણ માટે 30 ટકા અથવા વધુ કર(ટેરિફ) લાદે છે.
તેથી, અહીં વિરોધાભાસ છે: ખૂબ મહેનતનુ કામ કરનાર અને વિશ્વના ઓછી કિંમતના ઉત્પાદકો ભારતીય ખેડૂત વૈશ્વિક સ્તરે સ્પર્ધા માટે અસમર્થ છે.
વિશાળ ભારતીય માર્કેટને કયા પરિબળો પાંગળુ બનાવે છે? તાજેતરમાં વિશ્વ બેન્કે અભ્યાસમાં તારવ્યુ છે કે જે ભારતમાં બાગાયત (હોર્ટીકલ્ચર)માટે સૌથી મોટી સમસ્યા તે ક્ષેત્રની અંદર નહી પણ બહાર છે.
ત્રણ મુખ્ય પરિબળો વિશ્વના સંભવિત સુપરમાર્કેટ્સ સુધી પહોંચવા માટે ભારતને અસમર્થ બનાવે છે: પ્રથમ, ખેતરમાંથી બજારમાં કૃષિ ઉત્પાદનને પહોંચાડવાનો ઊંચા ખર્ચને કારણે ભારતીય ખેડૂતને સસ્તા ઉત્પાદક હોવા છત્તા લાભ મળતો નથી.
ઉદાહરણ તરીકે, ચિલીથી નેધરલેન્ડનું અંતર ભારતથી નેધરલેન્ડના અંતરથી બે ગણુ છે, છત્તા ભારતમાંથી નેધરલેન્ડ દ્રાક્ષ પરિવહન (નિકાસ) કરવાનો ખર્ચ ચિલી માંથી નેધરલેન્ડ્ઝ દ્રાક્ષ પરિવહન (નિકાસ) કરવાના ખર્ચ કરતા ત્રણ ગણો છે.
અન્ય દેશોની સરખામણીએ ભારતમાં મુખ્યત્વે વિભાજિત પુરવઠા ચેઇન કારણે સરેરાશ પરિવહન ખર્ચ 20-30 ટકા જેટલો વધારે છે.
આ વિભાજિત પુરવઠા ચેઇન માટે સરકારની નીતિ જવાબદાર છે,જે એકીકરણ,પરિવહન, સંગ્રહ અને વિતરણ સ્પર્ધા રોકાણકારોને નિયંત્રિત કરે છે..
Re-narration by Amrapali in Gujarati targeting Gujarat for this web page
No comments:
Post a Comment