Saturday, 15 December 2012

Raika Bio-cultural Protocol

પરંપરાગત જ્ઞાન: જાતિઓ અને સંવર્ધન સંબંધિત અમારી પરંપરાગત જાણકારી સદીઓથી રાજસ્થાનમાં આ ચોક્કસ પ્રજાતિઓના પરિચર્યાના અનુભવથી ઉદ્ભવેલ છે. અમે પરંપરાગત રિવાજો મુજબ- જેમ કે અમારા જાતિઓના આનુવંશિક વિવિધતા સંવર્ધનની ખાતરી માટે ગામો વચ્ચે આખલાઓની આપ-લે, કરીએ છીએ. અમે પણ વ્યાપક સ્થાનિક સારવાર (જ્ઞાન દેશી-પશુચિકિત્સા) પદ્ધતિઓ વિકસાવી છે, જે ઘાયલ અથવા બીમાર પ્રાણીઓની કાળજી રાખે છે. અને આ પરંપરાગત જ્ઞાન અમારા સમુદાયના પુરુષો અને મહિલાઓ બંનેને હોય છે. અમે અમારુ દેશી-પશુરોગ જ્ઞાન મુક્તપણે અન્ય સમુદાયો સાથે વ્હેંચીએ છીએ કે જેમની પાસે પોતાનૂ પશુધન હોય અને કદાચ ગ્રામીણ રાજસ્થાન દૂરસ્થ વિસ્તારોમાં પશુધન માટે માત્ર આ જ પશુ સંભાળ ઉપલબ્ધ છે. સ્ત્રીઓ પણ નવજાત પ્રાણીઓની સંભાળ લે છે, અમારી પશુધન વેચાણ અથવા બદલી વિશે નિર્ણયો લે છે.અને દૂધ વેચાણ કરે છે. અમારા પ્રાણીજ ઉત્પાદનો સંપૂર્ણપણે જૈવિક છે, વિશેષતાઓ કે ભારતના કેટલાક ભાગોમાં અત્યંત ઇચ્છિત છે. અમારા પ્રાણીઓના ઊનનો કાર્પેટ દોરડું, અને ધાબળા બનાવવા માટે ઉપયોગ થાય છે અને તેઓ ઔષધ પણ પૂરી પાડે છે.

Re-narration by Amrapali in Gujarati targeting Rajasthan for this web page

No comments:

Post a Comment